Mumbai: ટ્રાવેલ્સના ધંધા હેઠળ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 અભિનેત્રીઓ પકડાઈ

પોલીસે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ (Sex Racket) એક થ્રી સ્ટાર હોટલમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડીને એક 29 વર્ષની મહિલા દલાલ પ્રિયા શર્મા અને 3 અન્ય યુવતીઓને પકડી છે.
મુંબઈ: પોલીસે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ (Sex Racket) એક થ્રી સ્ટાર હોટલમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડીને એક 29 વર્ષની મહિલા દલાલ પ્રિયા શર્મા અને 3 અન્ય યુવતીઓને પકડી છે. પોલીસના જણાવ્યાં મુજબ જે ત્રણ યુવતીઓ પકડાઈ છે તેમાંથી એક સગીર છે. આ યુવતીઓ સીરિયલોમાં કામ કરે છે.
પોલીસે ગુરુવારે સાંજે અંધેરી (Andheri) ઈસ્ટની એક હોટલમાં દરોડા પાડ્યા હતાં. પોલીસના જણાવ્યાં મુજબ પ્રિયા શર્મા નામની આ દલાલ મહિલા ટુર્સ અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે અને તેની આડમાં મોટી મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે છોકરીઓને મોકલવાના આરોપમાં તેની ધરપકડ કરાઈ છે. પોલીસના ખબરીઓ ગ્રાહક બનીને પહોંચ્યા હતાં. ગ્રાહકોના રૂપમાં પોલીસે મોકલેલા ખબરીઓ ત્યાં દલાલ અને બાકીની 3 યુવતીઓને મળ્યા હતાં. ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા અને ત્રણેય મહિલાઓને છોડાવી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...